Sunday, September 6, 2015

ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે



ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે
જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
પિતાનો વ્યવસાય : વકીલાત
મૂળનામ : નરેન્દ્રનાથ
લાડકું નામ : બિલે
બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
-
બહેનોને ચીઢવવી
-
થાળી વાટકા ફેંકવા
-
પ્યાલા રકાબી ફોડી નાખવા
-
માતાના ઠપકાને ન ગણકારવો
-
ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી
નરેન્દ્રને શાંત કરવાનો ઉપાય : માતા તેના માથા પર ઠંડાપાણીના થોડા ઘડાઓ ઠાલવી દેતાં અને શિવ શિવ બોલ્યે જતાં અને થોડીવારમાં નરેન્દ્ર એકદમ ડાહ્યોડમરો બની જતો.
ગમતી રમતો : દોડવું, કૂદવું, મુક્કાબાજી, લખોટા અને ગેડીદડે રમવું, ઝાડ ઉપર ચઢઊતર કરવી, રાજા રાજાની રમત રમવી અને સૌથી પ્રિય રમત ધ્યાનમાં બેસવું.
સ્વભાવ : નરેન્દ્ર પ્રેમાળ, દયાળું અને ભલો હતો. હરહંમેશ બીજા લોકોને મદદ કરવી તે તેનો સ્વભાવ હતો.
અભ્યાસ : બી.એ. (પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજ)
સંગીતની તાલીમ : ચાર પાંચ વર્ષ સુધી અહમદખાન અને વેણીગુપ્ત નામના પ્રસિદ્ધ સંગીતકારો પાસેથી પદ્ધતિસરની સંગીતની તાલીમ મેળવી હતી.
નોકરી : નિમાઈચરણ બસુ નામના વકીલને ત્યાં મદદનીશ તરીકે, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં શિક્ષક તરીકે
ભારતભ્રમણની વિશેષતા :
-
કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ
-
વૃંદાવન જતાં એક ચમારનો હોકો માગીને પીધો
-
પંચમના ઘરનું પાણી પીધું
-
મોચીના ઘરનું ભોજન માગીને ખાધું
-
અલવરમાં મુસલમાન ભકતો મળ્યા તેમના ઘરે ભોજન કર્યું
જાદુઈ અસર : ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના દિવસે હોલ ઓફ કોલંબસ તરીકે ઓળખાતા વિશાળખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો. તેમાં ભાષણ કરવાનો વિવેકાનંદનો વારો આવ્યો. તેઓ સૌપ્રથમ બોલ્યા : અમેરિકાના ભાઈઓ અને બહેનો ! ઉપસ્થિત સૌ લોકોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા.
વિદેશીઓને ઘેલું લગાડયું : માર્ગારેટ એલિઝાબેથ નોબલ (ભગિની નિવેદિતા) સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈને તેમનાં શિષ્યા બન્યા.
સ્વામી વિવેકાનંદે લોકોને સંભળાવેલ રામકૃષ્ણ પરમહંસનો સંદેશો : મને મુક્તિ મળે, તેવી વાત કરવી તે પણ સ્વાર્થ છે. ભારતમાં જયાં સુધી એક પણ દુ:ખી દરિદ્ર છે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.
*
 સૂત્ર : જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો
નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૦૪/૦૭/૧૯૦૨ રાત્રે ૯.૦૦ વાગ્યે
બાળકોએ અને મોટેરાઓએ યાદ રાખવા જેવો પ્રસંગ :
એકવાર વર્ગમાં શિક્ષક પાઠ ચલાવતા હતા. નરેન્દ્ર અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક શિક્ષકે ચિડાઈને નરેન્દ્રને ચાલુ પાઠમાંથી પ્રશ્ન પૂછયો. બીજા બધા જ વિદ્યાર્થી મિત્રો તો ગભરાઈ જ ગયા. પરંતુ એ બધાના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્રએ બધા જ સવાલોના સાચા જવાબો આપ્યા.
ચિડાયેલા શિક્ષકે પૂછયું : તો પછી વાતો કોણ કરતું હતું ? બધા જ વિદ્યાર્થીઓએ નરેન્દ્રનું નામ આપ્યું. બધા જ સવાલોના સાચા જવાબ આપનાર નરેન્દ્ર વાતો કરતો હતો તે વાત શિક્ષક કેવી રીતે માને ? તેમણે નરેન્દ્ર સિવાય સૌને ઊભા રહેવાની સજા કરી. નરેન્દ્ર પણ ઊભો થઈ ગયો. શિક્ષકે કહ્યું તારે ઊભા રહેવાની જરૂર નથી. નરેન્દ્રએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. સાહેબ વાતો કરનાર તો હું જ હતો. મારે તો ઊભા થવું જોઈએ ને !
આમ, બધા જ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર પણ વર્ગમાં ઊભો રહ્યો. 

No comments:

Post a Comment