Wednesday, September 9, 2015

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર

ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ કોઈપણ પ્રકારની ફી લીધા વી ના કરવામાં આવે છે.
અમે વાત કરી રહ્યા છીએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને આવેલી છે.
નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓને માત્ર તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની ! સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શૂલ્ક અપાય છે. ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન�! � તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.

અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે. પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.  આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શ�! ��દ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે.

નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus), સ્ત્રી નસબંધીનું ઓપરેશન(T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. કુલ મળ�! ��ને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળ�! ��ના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશકેન્દ્ર ચલાવવામાં આવે છે. તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે.


આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પ�! �શિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ મા છે કોઇપણને મોકલો જેનાથી કોઇપણની જીન્દગી બચીશકે છે
Contact on following e mail id
nirdosh@yahoo.com

Tuesday, September 8, 2015

विश्व साक्षरता दिवस

✏✒विश्व साक्षरता दिवस 🎒🏃

✏विवरण :- साक्षरता का तात्पर्य सिर्फ़ पढ़ना-लिखना ही नहीं बल्कि यह सम्मान, अवसर और विकास से जुड़ा विषय है। दुनिया में शिक्षा और ज्ञान बेहतर जीवन जीने के लिए ज़रूरी माध्यम है।
✏तिथि:- 8 सितम्बर
✏उद्देश्य :-साक्षरता दिवस का प्रमुख उद्देश्य नव साक्षरों को उत्साहित करना है।
✏अन्य जानकारी:- नालन्दा, विक्रमशिला और तक्षशिला जैसी विश्व प्रसिद्ध शिक्षा संस्थानों की स्थापना ने शिक्षा के प्रचार में अहम भूमिका निभाई। लोगों में व्यावसायिक कौशल विकसित करने के लिए साक्षरता एक बड़ी ज़रूरत है।

😱😟📖🏃साक्षर कैसे बने:-

भारत 100% साक्षर कैसे बने। भारत में सबसे ज़्यादा विश्वविद्यालय है। हमारे देश में हर साल लगभग 33 लाख विद्यार्थी स्नातक होते हैं। उसके बाद बेरोज़गारों की भीड़ में खो जाते हैं। हम हर साल स्नातक होने वाले विद्यार्थियो का सही उपयोग साक्षरता को बढ़ाने में कर सकते हैं। स्नातक के पाठ्यक्रम में एक अतिरिक्त विषय जोड़ा जाए, जो सभी के लिए अनिवार्य हो। इस विषय में सभी छात्रों को एक व्यक्ति को साक्षर बनाने की ज़िम्मेदारी लेनी होगी। शिक्षकों के द्वारा इसका मूल्यांकन किया जाएगा। अन्तिम वर्ष में मूल्यांकन के आधार पर अंकसूची में इसके अंक भी जोड़े जाए। इससे हर साल लगभग 33 लाख लोग साक्षर होंगे। वो भी किसी सरकारी खर्च के बिना।

📖साक्षरता अभियान😟

भारत भी बन सकता है, शत प्रतिशत साक्षर
साक्षरता दिवस का दिन हमें सोचने को मजबूर करता है, कि हम क्यो 100% साक्षर नहीं हैं। यदि केरल को छोड़ दिया जाए तो बाकि राज्यों की स्थिति बहुत अच्छी नहीं कही जा सकती है। सरकार द्वारा साक्षरता को बढ़ने के लिए सर्व शिक्षा अभियान, मिड दे मील योजना, प्रौढ़ शिक्षा योजना, राजीव गाँधी साक्षरता मिशन आदि न जाने कितने अभियान चलाये गये, मगर सफलता आशा के अनुरूप नहीं मिली। मिड दे मील में जहाँ बच्चो को आकर्षित करने के लिए स्कूलों में भोजन की व्यवस्था की गयी, इससे बच्चे स्कूल तो आते हैं, मगर पढ़ने नहीं खाना खाने आते हैं। शिक्षक लोग पढ़ाई की जगह खाना बनवाने की फिकर में लगे रहते हैं। हमारे देश में सरकारी तौर पर जो व्यक्ति अपना नाम लिखना जानता है, वह साक्षर है। आंकड़े जुटाने के समय जो घोटाला होता है, वो किसी से छुपा नहीं है। अगर सही तरीक़े से साक्षरता के आंकडे जुटाए जाए तो देश में 64.9% लोग शायद साक्षर न हो। सरकारी आंकडो पर विश्वास कर भी लिया जाए तो भारत में 75.3% पुरुष और 53.7% महिलायें ही साक्षर हैं।

Sunday, September 6, 2015

ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે



ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે
જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
પિતાનો વ્યવસાય : વકીલાત
મૂળનામ : નરેન્દ્રનાથ
લાડકું નામ : બિલે
બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
-
બહેનોને ચીઢવવી
-
થાળી વાટકા ફેંકવા
-
પ્યાલા રકાબી ફોડી નાખવા
-
માતાના ઠપકાને ન ગણકારવો
-
ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી
નરેન્દ્રને શાંત કરવાનો ઉપાય : માતા તેના માથા પર ઠંડાપાણીના થોડા ઘડાઓ ઠાલવી દેતાં અને શિવ શિવ બોલ્યે જતાં અને થોડીવારમાં નરેન્દ્ર એકદમ ડાહ્યોડમરો બની જતો.
ગમતી રમતો : દોડવું, કૂદવું, મુક્કાબાજી, લખોટા અને ગેડીદડે રમવું, ઝાડ ઉપર ચઢઊતર કરવી, રાજા રાજાની રમત રમવી અને સૌથી પ્રિય રમત ધ્યાનમાં બેસવું.
સ્વભાવ : નરેન્દ્ર પ્રેમાળ, દયાળું અને ભલો હતો. હરહંમેશ બીજા લોકોને મદદ કરવી તે તેનો સ્વભાવ હતો.
અભ્યાસ : બી.એ. (પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજ)
સંગીતની તાલીમ : ચાર પાંચ વર્ષ સુધી અહમદખાન અને વેણીગુપ્ત નામના પ્રસિદ્ધ સંગીતકારો પાસેથી પદ્ધતિસરની સંગીતની તાલીમ મેળવી હતી.
નોકરી : નિમાઈચરણ બસુ નામના વકીલને ત્યાં મદદનીશ તરીકે, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં શિક્ષક તરીકે
ભારતભ્રમણની વિશેષતા :
-
કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ
-
વૃંદાવન જતાં એક ચમારનો હોકો માગીને પીધો
-
પંચમના ઘરનું પાણી પીધું
-
મોચીના ઘરનું ભોજન માગીને ખાધું
-
અલવરમાં મુસલમાન ભકતો મળ્યા તેમના ઘરે ભોજન કર્યું
જાદુઈ અસર : ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના દિવસે હોલ ઓફ કોલંબસ તરીકે ઓળખાતા વિશાળખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો. તેમાં ભાષણ કરવાનો વિવેકાનંદનો વારો આવ્યો. તેઓ સૌપ્રથમ બોલ્યા : અમેરિકાના ભાઈઓ અને બહેનો ! ઉપસ્થિત સૌ લોકોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા.
વિદેશીઓને ઘેલું લગાડયું : માર્ગારેટ એલિઝાબેથ નોબલ (ભગિની નિવેદિતા) સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈને તેમનાં શિષ્યા બન્યા.
સ્વામી વિવેકાનંદે લોકોને સંભળાવેલ રામકૃષ્ણ પરમહંસનો સંદેશો : મને મુક્તિ મળે, તેવી વાત કરવી તે પણ સ્વાર્થ છે. ભારતમાં જયાં સુધી એક પણ દુ:ખી દરિદ્ર છે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.
*
 સૂત્ર : જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો
નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૦૪/૦૭/૧૯૦૨ રાત્રે ૯.૦૦ વાગ્યે
બાળકોએ અને મોટેરાઓએ યાદ રાખવા જેવો પ્રસંગ :
એકવાર વર્ગમાં શિક્ષક પાઠ ચલાવતા હતા. નરેન્દ્ર અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક શિક્ષકે ચિડાઈને નરેન્દ્રને ચાલુ પાઠમાંથી પ્રશ્ન પૂછયો. બીજા બધા જ વિદ્યાર્થી મિત્રો તો ગભરાઈ જ ગયા. પરંતુ એ બધાના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્રએ બધા જ સવાલોના સાચા જવાબો આપ્યા.
ચિડાયેલા શિક્ષકે પૂછયું : તો પછી વાતો કોણ કરતું હતું ? બધા જ વિદ્યાર્થીઓએ નરેન્દ્રનું નામ આપ્યું. બધા જ સવાલોના સાચા જવાબ આપનાર નરેન્દ્ર વાતો કરતો હતો તે વાત શિક્ષક કેવી રીતે માને ? તેમણે નરેન્દ્ર સિવાય સૌને ઊભા રહેવાની સજા કરી. નરેન્દ્ર પણ ઊભો થઈ ગયો. શિક્ષકે કહ્યું તારે ઊભા રહેવાની જરૂર નથી. નરેન્દ્રએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. સાહેબ વાતો કરનાર તો હું જ હતો. મારે તો ઊભા થવું જોઈએ ને !
આમ, બધા જ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર પણ વર્ગમાં ઊભો રહ્યો. 

ભારતીય ચેતના – એ.પી.જે. અબ્દુલ કલામ

ભારતીય ચેતના – એ.પી.જે. અબ્દુલ કલામ
[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન તાજેતરમાં ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ પ્રગટ કરે છે અને ડૉ. કલામના જવાબો પણ સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો રાહ દેખાડે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] અમારી વિનંતી છે કે આપ અમને બધાને કશોક પ્રેરણાત્મક સંદેશો આપો. (જ્યોતિ, ડી.એ.વી. સ્કૂલ, ચંદીગઢ.)
મારા પાસે આપણા દેશના યુવાનોને આપવાનો સંદેશ છે – બધા જ યુવાનો પાસે અદમ્ય ચેતના હોવી જોઈએ. આ અદમ્ય ચેતનાનાં બે પાસાં છે. એક, તમારા પાસે ધ્યેય હોવું જોઈએ અને પછી તેના માટે સખત કામ કરવાનું છે. બીજું, કામ કરતા હો, ત્યારે તમારે કેટલાક પ્રશ્નોનો જરૂર સામનો કરવો પડશે. આવા સંયોગોમાં, આ પ્રશ્નોને તમારા માલિક બનવા ન દેશો. તેને બદલે તમે જ તેના માલિક બનજો, તેને પરાજિત કરજો અને સફળ થજો. સદનસીબે, આપણા દેશ પાસે યુવાધન બહોળું છે. યુવાનોનાં પ્રજ્જ્વલિત મગજો બીજાં કોઈ પણ સંસાધન કરતાં વધારે મહાન સંસાધન છે. જ્યારે આ પ્રજ્જ્વલિત મગજો કામ કરે છે, અને અદમ્ય ચેતના સાથે, તો સમૃદ્ધ સુખી અને સલામત ભારત થવાની ખાતરી છે.
[2] હું એક અગિયાર વર્ષની છોકરી છું. રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં હું શું ફાળો આપી શકું ? (રતાક્ષી, ડી.પી.એસ. ઈબ્તિદા શિક્ષા કેન્દ્ર.)
તારું પહેલું કામ તો સરસ રીતે ભણવાનું છે અને અભ્યાસમાં ઉત્તમ બનવાનું છે. જો તારી પાસે વૅકેશનમાં સમય હોય, તો તું જેઓ વાંચી-લખી નથી શકતા તેવા બે લોકોને ભણાવી શકે. તું તારા પડોશમાં કે શાળામાં બે વૃક્ષ વાવી શકે અને ઉછેરી શકે. તું પાણી અને ઊર્જાનો બગાડ અટકાવી શકે. આસપાસના પર્યાવરણને સ્વચ્છ અને લીલું રાખવામાં તું તારાં કુટુંબીજનોને મદદ કરી શકે.
[3] આખરે આ ‘જીવન’ છે શું ? તેનો સાર શું છે ? માણસ સુખથી જીવી શકે માટે તેણે જીવનનો કયો અર્થ સ્વીકારવો જોઈએ ? (વરુણ યાદવ, ઓસ્માનિયા મેડિકલ કૉલેજ, હૈદ્રાબાદ)
જીવનનો સાર છે પ્રેમ અને બધા સાથે કોઈ પણ ભેદભાવ વિના પ્રેમથી વર્તન કરવું. આ જ નિશ્ચિત કરશે કે માનવજીવનમાં સુખ છે. કલ્પના કરો કે સામાન્ય રીતે માનવજીવન લગભગ 27,000 દિવસોનું છે. દરેક દિવસ આપણા જીવનનો એક નાનકડો હિસ્સો જ છે. દરેક દિવસને એક કીમતી મોતી ગણી 27,000 દિવસનો એક હાર બનાવો. એનો અર્થ એ કે તમારે દરેક દિવસનો સમાજને ઉપયોગી થવાના હેતુ સાથે ઉપયોગ કરવો પડશે. તેમ જોશો કે આપવાથી જ સુખ આપોઆપ તમારી પાસે આવશે.
[4] શું વધારે જરૂરી છે, નસીબથી મળેલ સદભાગ્ય કે સખત શ્રમ ? (જોશી ભૂમિ, કોટક કન્યા વિનય મંદિર, રાજકોટ.)
સખત મહેનત પ્રથમ આવે. જો તમે સખત કામ કરવામાં સાતત્ય જાળવશો, તો નસીબ તમારી તરફેણ કરશે. એક જાણીતું વાક્ય છે : ‘જેઓ પોતાને મદદ કરે છે, તેમને જ ઈશ્વર મદદ કરે છે.’
[5] આપ અમને ‘સમય સંચાલન’ વિશે થોડા ઉપાયો બતાવશો ? (માસ્ટર મહમદ, ગાઝી, એસ.ટી.એસ. હાઈસ્કૂલ, અલીગઢ)
તમે બધા જ જાણો છો કે પૃથ્વી રોજ પોતાની ધરી પર એક વાર ફરે છે. એટલે કે દિવસમાં એક વાર અથવા તો 1440 મિનિટોમાં અથવા તો 86400 સેકન્ડોમાં. એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ઘૂમે છે અને તે ચક્કર લેતાં તેને એક વર્ષ લાગે છે. સૂર્ય આસપાસ પૃથ્વીનો એક આંટો પૂરો થતાં તમારી ઉંમર એક વર્ષ વધે છે. સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો અને વર્ષો દોડ્યાં જાય છે અને આપણું તેના પર જરા પણ નિયંત્રણ નથી. સમય દોડ્યો જતો હોય ત્યારે આપણે તો માત્ર એટલું કરી શકીએ કે આપણે આ સમયનો સદઉપયોગ કરી શકીએ. યાદ રાખો : ‘તમારા દિવસો જરા પણ વેડફાવા ન જોઈએ.’
[6] મહાન લોકોને સાંભળવા ખરેખર પ્રેરણાદાયી હોય છે. પણ મોટા ભાગના મહાન લોકો સામાન્ય લોકો માટે પહોંચની બહાર હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઈ માર્ગ છે ખરો ? (મંજિમા સાઈકીયા, કમલા નહેરુ કૉલેજ, ન્યુ દિલ્હી.)
આ મહાન લોકો તથા તેમના વિચારો વિશે તમે તેમનાં પુસ્તકો વાંચીને, ઈન્ટરનેટ દ્વારા કે તમારા શિક્ષકોને તેમના વિશે પૂછી જાણી શકો.
[7] આજના જગતમાં જ્યાં માર્કસ જ આપણા વિકાસ અને ચારિત્ર્યનો અરીસો મનાય છે, ત્યાં સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિનું શું સ્થાન હોઈ શકે ? (વિશ્વનાથન સંગીતા એસ. સેંટ મેરી સ્કૂલ, રાજકોટ)
માર્કસ તો એક ચોક્કસ વિષયમાં મેળવેલ જ્ઞાનના માત્ર સૂચક છે. તે કંઈ ચારિત્ર્યના માપદંડ નથી. એક જવાબદાર નાગરિક તરીકે તમારા વિકાસ માટે સારા માર્કસ સાથે સારાં નૈતિક મૂલ્યો અને વર્તનને પણ જોડવાનાં છે.
[8] આપ રૉકેટ ઉડ્ડયન અને આકાશવિજય સાથે નજીકથી સંકળાયેલા છો. આપ શેને વધારે સાર્થક માનો છો – આકાશ પર વિજય મેળવવાનું કે મન પર વિજય મેળવવાનું ? (અભિલાષ કે, મુંબઈ)
મારી અભિલાષા ક્યારે પણ આકાશ કે મન જીતવાની રહી નથી. મારો હેતુ તો હંમેશાં એક માનવના બળનો અને તેનાં મનની શક્તિનો દેશની પ્રગતિ માટે કેમ ઉપયોગ કરવો તે રહ્યો છે.
[9] આપ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આપની ભાવનાઓ શું હતી અને તે પળે આપે કોને યાદ કર્યા ? (પાર્વતી, સિકંદરાબાદ)
લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો તેણે મને ગદગદ કરી નાખ્યો. મને થયું કે મારાથી તેમને નિરાશ તો નહીં જ કરી શકાય, અને મેં મારી જાતને ભારતને વિકસિત દેશ બનાવવા માટેનાં દર્શનને સિદ્ધ કરવા ભારતીય બૌદ્ધિકોને એક કરવાનાં મારાં કામ માટે પુનઃ સમર્પિત કરી. મેં મને મારા જીવનના વિવિધ તબક્કાઓના મિશનમાં મારાં માતા, પિતા, શિક્ષકો અને જે બધાએ મદદ કરી હતી, તે બધાને યાદ કર્યા હતા.
[10] આપ તો વિજ્ઞાન અને ટૅકનોલોજીની પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા અને ભારતના રાષ્ટ્રપતિની ઑફિસની જે સન્માનજનક જગ્યા છે, તે જોતાં આપ રાષ્ટ્રપતિ તરીકે ખરેખર હળવાશ કે પોતીકાપણું અનુભવતા હતા ? હું આ એટલા માટે પૂછું છું, કારણ કે સંસદમાં જે લોકો છે, જેઓ પાસે ત્યાં પહોંચવા ગુનાખોરીનો જે રેકોર્ડ છે, એની સામે બીજી બાજુ આપ પર્યાવરણના વૈજ્ઞાનિક છો, આ વિરોધાભાસી બાબતે આપે ક્યારેક તો પરેશાની અનુભવી જ હશે. (વિનયદીપક એચ.એસ., ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર.)
તમારા પ્રશ્નથી મને 2200 વર્ષ પહેલાં થયેલ સંત કવિ તિરુવલ્લુવરે કહેલ એક જાણીતી પંક્તિની યાદ આવે છે. તે કહે છે – નદી, ઝરણું કે તળાવનું જે કંઈ પણ ઊંડાણ હોય, પાણીની પણ જે સ્થિતિ હોય, કમળ તો હંમેશ પ્રગટે જ છે અને ખીલે જ છે. તે જ રીતે, જો ધ્યેય સિદ્ધ કરવા એક ચોક્કસ દઢતા હોય, ભલે તે સિદ્ધ કરવું અશક્ય પણ લાગતું હોય, છતાં તમે સફળ થશો જ.
[11] એક વિખ્યાત વિજ્ઞાની બનવા આપે ક્યાંથી પ્રેરણા મેળવી ? (સ્મૃતિ, કેન્દ્રિય વિદ્યાલય, આર.કે. પુરમ, ન્યુ દિલ્હી)
ત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્વરમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડૉ. વિક્રમ સારાભાઈ, જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.
[12] જો ઈશ્વર આપના સામે હાજર થાય, તો આપ તેના પાસેથી શું માગશો ? (એસ. અર્ન વેંક્ટ કૃષ્ણા, આલ્ફા ગ્રૂપ ઑફ સ્કૂલ્સ, ત્રિચી.)
હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે મારા દેશને સખત કામ કરનારા અને જ્ઞાની લોકો મળે તેવા આશીર્વાદ આપે જે મારા દેશને આર્થિક રીતે વિકસિત બનાવે.
[13] આપ અમને આપના જીવનની એવી પળ વિશે કહી શકો જ્યારે આપે અનુભવ્યું હોય કે આપ નિષ્ફળ ગયા હતા, પણ પાછળથી આપને આપની શક્તિ વિશે અફસોસ થયો હોય ? (પ્રીન્સી, કે.વી. ફાઉન્ડેશન ડે ઑફ ઉરીવી વિક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, દિલ્હી)
એવું ત્યારે બન્યું જ્યારે હું ઈન્ડિયન એરફોર્સમાં ઈન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં હું નવમો ઉમેદવાર હતો અને માત્ર આઠ લોકો જ પસંદ થયા. ત્યારે તો હું ખૂબ જ નિરાશ થઈ ગયો, પણ પછી જ્યારે હું દિલ્હી આવ્યો અને ડી.ટી.પી એન્ડ એ.ની ઑફર મારી રાહ જોતી હતી, ત્યારે જ હું મારી નિરાશામાંથી બહાર આવી શક્યો.
[14] હું છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છું. આપ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા, ત્યારે કેવા હતા ? (સમરિધ સિંહ, દિલ્હી પબ્લિક સ્કૂલ, જોળડા.)
હું તારી ઉંમરનો હતો, ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. રામેશ્વરમમાં અમારા કુટુંબ માટે તે ખૂબ મુશ્કેલ સમય હતો. અનાજ અને કપડાં તથા ઘરની વસ્તુઓ લગભગ બધામાં તંગી જ હતી. અમારું મોટું સંયુક્ત કુટુંબ હતું. અમારા કુટુંબમાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં જેમાં ત્રણનાં – જેમાં મારા પિતા અને તેમના નાના બે ભાઈઓનાં તો કુટુંબો હતાં. કોઈ પણ સમયે મારા ઘરમાં ત્રણ ઘોડિયાં ઝૂલતાં જ હોય. ઘરનું વાતાવરણ આનંદ અને તકલીફો વચ્ચે બદલાતું રહેતું. મારી દાદીમા અને માતા આ વિશાળ કાફલાને ગમે તેમ કરીને સંભાળતાં.
હું સવારે ચાર વાગ્યે ઊઠતો, સ્નાન કરતો અને મારા શિક્ષક શ્રી સ્વામીયાર પાસે ગણિત શીખવા જતો. તે એક વિશિષ્ટ શિક્ષક હતા અને વર્ષ દરમિયાન મફત ટ્યુશન માટે માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ સ્વીકારતા. તેમની એક શરત રહેતી કે ટ્યૂશનમાં આવનાર વિદ્યાર્થીઓ સ્નાન કરે તો જ આવે. મારી મા મારા પહેલાં ઊઠી જતી, પછી મને જગાડતી, મને નહાવામાં અને ટ્યૂશને જવા તૈયાર કરવામાં મદદ કરતી. ટ્યૂશન પતાવી હું પાંચ વાગ્યે પાછો ફરતો. મારા પિતા નમાજે તેડી જવા અને એરેબિક સ્કૂલમાં કુરાને શરીફ શીખવા મને લઈ જવા મારી રાહ જોતા હોય. તે પછી હું ત્રણ કિલોમીટર દૂર આવેલ રામેશ્વર રોડ રેલવે સ્ટેશને છાપાં લેવા જતો. તે વખતે યુદ્ધનો સમય હોવાથી ધ મદ્રાસ ધનુષકોડી મેલ સ્ટેશને થોભતો નહીં અને ચાલતી ટ્રેને પ્લેટફૉર્મ પર છાપાં ફેંકવામાં આવતાં. હું તે છાપાં લઈ લેતો અને રામેશ્વર શહેરમાં તે વહેંચવા જતો. શહેરમાં છાપાં આપનાર હું પહેલો રહેતો. છાપાં વહેંચ્યા પછી હું આઠ વાગ્યે ઘેર આવતો અને મારી મા મને સાદો નાસ્તો આપતી. હું કામ અને અભ્યાસ બન્ને કરતો હોવાથી મને વધારાનો નાસ્તો મળતો. શાળા પૂરી થયા પછી હું સવારે શહેરના જે ગ્રાહકોને છાપાં આપ્યાં હોય તેમના પાસેથી તેના પૈસા લેવા જતો.
[15] જીવને આપને શું શીખવ્યું છે ? (રીમા હેલન, એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ, ભુવનેશ્વર.)
જીવન તો એક વહેતો પ્રવાહ છે. દરેક દિવસ વિશિષ્ટ હોય છે અને દરેક પ્રવૃત્તિનો પોતાનો એક પડકાર હોય છે. આપણે આપણાં કામને ચાહતાં શીખવું જોઈએ અને તેની દરેક પળ માણવી જોઈએ.
[કુલ પાન : 176. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
રીડ ગુજરાતી પરથી સાભાર

Wednesday, February 25, 2015

KUTCH TOUR 2015

SHREE BHUTESHWAR PRIMARY SCHOOL-MAHUVA
EDUCATIONAL TOUR 2014-15
AT- KUTCH(KUTCH NAHI DEKHA TO KUCH NAHI DEKHA)