Friday, April 6, 2018

માઈક મળે તો કોઈ છોડે ?

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

         – કૃષ્ણ દવે

ગુણોત્સવ

હિતેશને આ શાળામાં શિક્ષક તરીકે આવ્યે હજુ 10    મહિના જ થયાં હતા. હિતેશનું ઘડતર બુનિયાદી શાળામાં થયું હતું,એટલે કંઈક કરી છૂટવાની તમન્ના. સવારે 10 વાગે વગર બોલાવ્યે આવી જાય. શાળાની સફાઈ થી માંડીને પ્રાર્થના સંમેલન સુધી તમામ બાબતોમાં સક્રિય ભાગીદારી, પ્રાર્થનામાં પણ વિવિધતા લાવવા લાગ્યો,રોજ ગુજરાતીના કાવ્ય પાઠને બદલે હિન્દી અને અંગ્રેજીની કવિતાઓ પણ ગાવા લાગ્યાં. સિનિયરોએ મોઢા બગાડ્યા કે "હજુ ગુજરાતી બરાબર નથી આવડતુને આ વળી હિંદીને અંગ્રેજીનાં દિકરા થયા છે" પ્રેમલાલ બોલ્યાં. 'આ નવું નવું આવ્યું છે ને એટલે ફદકે ચડ્યું છે." ક્યારેક જ પ્રાર્થના સભામાં આવતા જેઠાલાલ બોલ્યાં,પણ હિતેશ કોઈનું સાંભળતો જ નહિ, બે મહિનામાં બાળકોમાં  હિતેશની સુવાસ ફેલાઈ ગઈ. એક દિવસ તો જેઠાલાલે હિતેશને મોઢા મોઢ કહી દીધું કે "
    તું બહુ બળ કરમાં માપમાં રહે, આ ગામમાં કોઈ સુધારો નહિ થાય કે નહિ થાય બાળકોમાં આ ગામનાં છોકરાને નવી વસ્તુનાં રવાડે નો ચડાવાય, તું એમ ના માનતો કે તને જ બધું આવડે છે, અમે અહીંયા 20 વરસથી છોલાવીયે છીએ પણ કાંઈ ફેર ના પડ્યો અને તું વળી આજકાલનો આવેલો શિક્ષણ સુધારી દઈશ એમ???"    હિતેશને કહેવાનું મન થયું કે સાહેબ છોલાવો તો લોહી જ નીકળે, ભણાવો તો આવડે, પણ ઘરનાં સંસ્કારોએ એને એવું કહેતા રોક્યો અને કશું પણ બોલ્યાં વગર ફક્ત એક હળવું સ્મિત કર્યું, અને જેઠાલાલની નસે નસ બળી ગઈ. એ તિરસ્કાર થી બોલ્યા
"સાવ ગાંડો છે સાલો દસ્ વાગ્યામાં નિશાળ ખોલે છે, પાંચ વાગ્યા પછી સાત વાગ્યા સુધી બાળકો સાથે રમે છે, ગમે એટલું બળ કર્ય દીકરા તને કોઈ ટોકરો નહિ બંધાવી દે"
         ફરીથી એજ સ્મિત અને હિતેશ પોતાનાં વર્ગમાં,     બાકીના  શિક્ષકો   કલાકે વર્ગમાં જાય તો જાય પણ હિતેશ એક મિનિટ પણ ના બગાડતો. હિતેશે જોયું કે ગામમાંથી જ્યારે કોઈ આવે ત્યારે જેઠાલાલ ધોડીને સામા જાય, અને પ્રેમલાલ પણ મોટેથી ભણાવવા મંડે, એમાંય સરપંચ અને એસએમસીના સભ્યો આવે ત્યારે જેઠાલાલ બધાને માવો ખવડાવે અને પ્રેમલાલ ચા પાય.અને લળી લળી ને દરવાજા સુધી મુકવા જાય.  બાકીના  સમયમાં આ બેય શિક્ષકો ઝડવાના છાંયે બેઠા હોય માવો ખાતાં ખાતાં નિશાળની અણી કાઢતાં હોય!!!!
     એમાં આવ્યો ગુણોત્સવ અને આ વખતે મંત્રીશ્રી આવવાનાં હોય. આચાર્યશ્રી,પ્રેમલાલ,અને જેઠાલાલનું બીપી વધી ગયું. મીટીંગ ભરાણી. તમામ જવાબદારી હિતેશે વગર માંગ્યો લઇ લીધી. શાળાના મેદાનથી લઈને વર્ગ ખંડોની સફાઈ થઇ, ગયાં ગુણોત્સવ વખતે લખાયેલા સુવિચારોની જગ્યાએ નવા સુવિચારો લખાયા. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હિતેશે સરસ ગોઠવ્યો. ગુણોત્સવના દિવસે સવારના 6 વાગ્યાથી હિતેશ કામે વળગી ગયો. ગેટ ફૂલોથી શણગારાઈ ગયો. સ્ટેજ ગોઠવાયું.બ્લેક બોર્ડ લખાયું, તાલુકાના અધિકારી દસ વાગ્યે આવ્યા. માવા અને થમ્સઅપ થી સ્વાગત થયું. અને પધાર્યા મંત્રીશ્રી. અને આચાર્ય સાથે પ્રેમલાલ અને જેઠાલાલ ગોઠવાઈ ગયાં. લળી લળીને પ્રણામ થયાં. બપોરે ભોજન સમારંભ ગોઠવાયો. સાંજે નાનકડા એવા સાંસ્કૃતિક માં બધા આગળ ગોઠવાયા એક માત્ર હિતેશ છેલ્લે અદબ વાળીને ઉભો રહ્યો. જેઠાલાલે આપેલ માવો ખાતા ખાતા સરપંચે શાળાના અને જેઠાલાલ ના વખાણ કર્યા. એક માવાની કેટલી તાકાત હોય એ હિતેશ ને સમજાઈ ગયુ. પછી મંત્રીશ્રી બોલ્યાં... " શાળાને અભિનંદન બાળકોને અભિનંદન અને ખાસ કરીને પ્રેમ લાલ અને જેઠાલાલ ને અભિનંદન ખુબ ઉત્સાહી શિક્ષકો છે, આ ગામનું ઘરેણું છે,"

{ હિતેશ ને એ દ્રશ્ય યાદ આવી ગયું ભોજન વખતે પરાણે બરફીનું બટકું જેઠાલાલ મંત્રીશ્રી ના મુખમાં મુકતા હતા. અને વચ્ચે લાઈટ ગઈ ત્યારે પોતાના રૂમાલથી પ્રેમલાલ પવન નાંખતા હતાં.}

મંત્રીશ્રી એ આગળ ચલાવ્યું  "અને વિશેષ આનંદ તો એ બાબતનો છે કે આ બેય શિક્ષકો બદલી કરાવવા માંગતા હતા પણ ગામના સરપંચે અને આગેવાનો એ કીધું કે તમે બદલી કરશો તો અમે ઉપવાસ કરીશું.સરપંચે જયારે મને આ વાત કરી ત્યારે હું  દ્રવી ઉઠ્યો કે આવા શિક્ષકોને કારણે જ આપણો સમાજ ઉજળો છે.  અને જે  સાંસ્કૃતિક કાર્યક્રમો થયા એમાં પણ આ બે શિક્ષકોનો જ ફાળો છે એવું પણ મને જાણવા મળ્યું છે.." અને પછી મંત્રીશ્રીએ હિતેશ સામે આંગળી ચીંધીને કહ્યું કે "  આ નવા આવેલા શિક્ષકો એ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એમનાં રસ્તે રસ્તે ચાલવું જોઈએ,એમની પાસેથી શીખવું જોઈએ... ફરી ફરી વાર   આ બે શિક્ષકોને ધન્યવાદ.... ધન્યવાદ.... ધન્યવાદ.... તાળીઓના ગડગડાટ વચ્ચે હિતેશની આંખમાં આવેલા આંસુની કોઈ જ કિંમત નહોતી, કોઈએ એની નોંધ પણ ના લીધી....

Wednesday, January 31, 2018

Motivational Story of Painter Picasso

पिकासो (Picasso) स्पेन
में जन्मे एक अति प्रसिद्ध चित्रकार थे। उनकी पेंटिंग्स दुनिया भर में करोड़ों और अरबों रुपयों में बिका करती थीं...

एक दिन रास्ते से गुजरते समय एक महिला की नजर पिकासो पर पड़ी और संयोग से उस महिला ने उन्हें पहचान लिया। वह दौड़ी हुई उनके पास आयी और बोली, 'सर, मैं आपकी बहुत बड़ी फैन हूँ। आपकी पेंटिंग्स मुझे बहुत ज्यादा पसंद हैं। क्या आप मेरे लिए भी एक पेंटिंग बनायेंगे...?'

पिकासो हँसते हुए बोले, 'मैं यहाँ खाली हाथ हूँ। मेरे पास कुछ भी नहीं है। मैं फिर कभी आपके लिए एक पेंटिंग बना दूंगा..'

लेकिन उस महिला ने भी जिद पकड़ ली, 'मुझे अभी एक पेंटिंग बना दीजिये, बाद में पता नहीं मैं आपसे मिल पाऊँगी या नहीं'

पिकासो ने जेब से एक छोटा सा कागज निकाला और अपने पेन से उसपर कुछ बनाने लगे। करीब 10 मिनट के अंदर पिकासो ने पेंटिंग बनायीं और कहा, 'यह लो, यह मिलियन डॉलर की पेंटिंग है।'

महिला को बड़ा अजीब लगा कि पिकासो ने बस 10 मिनट में जल्दी से एक काम चलाऊ पेंटिंग बना दी है और बोल रहे हैं कि मिलियन डॉलर की पेंटिग है। उसने वह पेंटिंग ली और बिना कुछ बोले अपने घर आ गयी..

उसे लगा पिकासो उसको पागल बना रहा है। वह बाजार गयी और उस पेंटिंग की कीमत पता की। उसे बड़ा आश्चर्य हुआ कि वह पेंटिंग वास्तव में मिलियन डॉलर की थी...

वह भागी-भागी एक बार फिर पिकासो के पास आयी और बोली, 'सर आपने बिलकुल सही कहा था। यह तो मिलियन डॉलर की ही पेंटिंग है'

पिकासो ने हँसते हुए कहा,'मैंने तो आपसे पहले ही कहा था'

वह महिला बोली, 'सर, आप मुझे अपनी स्टूडेंट बना लीजिये और मुझे भी पेंटिंग बनानी सिखा दीजिये। जैसे आपने 10 मिनट में मिलियन डॉलर की पेंटिंग बना दी, वैसे ही मैं भी 10 मिनट में न सही, 10 घंटे में ही अच्छी पेंटिंग बना सकूँ, मुझे ऐसा बना दीजिये'

पिकासो ने हँसते हुए कहा, _'यह पेंटिंग, जो मैंने 10 मिनट में बनायी है_ ...
_इसे सीखने में मुझे 30 साल का समय लगा है__मैंने अपने जीवन के 30 साल सीखने में दिए हैं_ ..
तुम भी दो, सीख जाओगी..

वह महिला अवाक् और निःशब्द होकर पिकासो को देखती रह गयी...

હું શિક્ષક છું

મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું.
મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું.

મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું.

મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું.

હું મથુ છુ ચોમાસું જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણ જેવી કટાર ન આપો, હું શિક્ષક છું.

હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છુ ભલા આમ,
લડવા હવા સાથે મને કટાર ન આપો, હું શિક્ષક છું.

હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું.

આખો હિમાલય ખળભળે છે મારી ભીતર,
મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું.

મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું.

હું નથી મ્હોતાજ કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકીયો પ્યાર ન આપો, હું શિક્ષક છું.

હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો,
કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું.

શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,
મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છુ.

Monday, January 29, 2018

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો....

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે.

એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.)
જંગલમાં ફરવા માટે ગયા.
સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.
કૃષ્ણએ કહ્યું,
“આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું.
રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ.
એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો.
એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી.
સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો.
આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.
એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય
અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.
હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી
પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.
બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય.
એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં
નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.

આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ

અને છેલ્લે...

જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી

Wednesday, January 24, 2018

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે...

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે... ડૉ. નિમિત્ત ઓઝા

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...!!

Saturday, January 20, 2018

ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮

મહુવા તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તલગાજરડા કેન્દ્રવતી શાળામાં ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮નું આયોજન થયું હતુ. જેમાં આપન લોકલાડીલા શિક્ષણમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ રહ્યા હતા.

               ભાવનગર જિલ્લાના મહુવા ખાતે શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેનો કાર્યક્રમ રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આવા સન્માનિય અને સુંદર કાર્યક્રમમાં ગુજરાત રાજયમાંથી ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક ઇનામ વિજેતા રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તથા પુજય મોરારી બાપુ અને સીતારામ બાપુની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યુ હતું.               મહુવા ખાતેના શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેના કાર્યક્રમ દરમ્યાન રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના નિવૃત થતા શિક્ષકોનું નિવૃતિ બાદ સૌનું સ્વાસ્થય સારૂ રહે એવી પ્રાથના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હતી. આજના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમએ વર્ષ ૨૦૧૮નો પ્રાથમિક શિક્ષકો માટે આજનો દિવસ ખુબ જ ગૌરવ દિવસ છે. વઘુમાં શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના શિક્ષકો માટે સરકારશ્રીની મર્યાદામાં રહીને જે કાંઇ થતું હશે તે કરવા હું સૌ મારા શિક્ષક ભાઇઓને ખાત્રી આપુ છું.
             શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં બોલતા પુજય મોરારીબાપુએ જણાવ્યુ હતું કે, હું જયારે શિક્ષક હતો ત્યારથી આજદિન સુઘી બોલતો જ રહયો છું. અને સતસંગ મારો ચાલુ જ હોય છે. મારામાં મારાપણું, આપણામાં આપણાપણું, રાષ્ટ્રમાં રાષ્ટ્રપણું અને શિક્ષકમાં શિક્ષણપણું જો હોયતો શુ ન થઇ શકે. મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડની રકમ રૂપિયા ૨૧ હજાર થી વધારીને રૂપિયા ૨૫ હજાર કરવાની આ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી જેને સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રજાજનો અને શિક્ષકગણે વઘાવી લીઘી હતી.
          પુજય સીતારામ બાપુએ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સૌ શ્રેષ્ઠ શિક્ષક ભાઇઓને ખુબ જ અભિનંદન સાથે આશીષ વચન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શ્રી ગજેન્દ્રસિંહ મહામંત્રી ભાવનગર જિ. સંઘ, ગણપતભાઇ પરમાર પ્રમુખ મહુવા તાલુકા સંઘ, અનંતરાય દિવાકર મહામંત્રી મહુવા તા.સંઘ, ભરતભાઇ પંડયા ઉપપ્રમુખ મહુવા તા.સંઘ અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
           શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં પુ. મોરારીબાપુ, સીતારામબાપુ તથા મહુવા પ્રાંત અઘિકારી ભાવનગર જિલ્લા શિક્ષણાઘિકારીશ્રી પ્રજાપતિ તથા ગાંઘીનગર થી પધારેલ અઘિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.