Saturday, January 20, 2018

ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮

મહુવા તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તલગાજરડા કેન્દ્રવતી શાળામાં ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮નું આયોજન થયું હતુ. જેમાં આપન લોકલાડીલા શિક્ષણમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ રહ્યા હતા.

               ભાવનગર જિલ્લાના મહુવા ખાતે શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેનો કાર્યક્રમ રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આવા સન્માનિય અને સુંદર કાર્યક્રમમાં ગુજરાત રાજયમાંથી ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક ઇનામ વિજેતા રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તથા પુજય મોરારી બાપુ અને સીતારામ બાપુની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યુ હતું.               મહુવા ખાતેના શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેના કાર્યક્રમ દરમ્યાન રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના નિવૃત થતા શિક્ષકોનું નિવૃતિ બાદ સૌનું સ્વાસ્થય સારૂ રહે એવી પ્રાથના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હતી. આજના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમએ વર્ષ ૨૦૧૮નો પ્રાથમિક શિક્ષકો માટે આજનો દિવસ ખુબ જ ગૌરવ દિવસ છે. વઘુમાં શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના શિક્ષકો માટે સરકારશ્રીની મર્યાદામાં રહીને જે કાંઇ થતું હશે તે કરવા હું સૌ મારા શિક્ષક ભાઇઓને ખાત્રી આપુ છું.
             શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં બોલતા પુજય મોરારીબાપુએ જણાવ્યુ હતું કે, હું જયારે શિક્ષક હતો ત્યારથી આજદિન સુઘી બોલતો જ રહયો છું. અને સતસંગ મારો ચાલુ જ હોય છે. મારામાં મારાપણું, આપણામાં આપણાપણું, રાષ્ટ્રમાં રાષ્ટ્રપણું અને શિક્ષકમાં શિક્ષણપણું જો હોયતો શુ ન થઇ શકે. મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડની રકમ રૂપિયા ૨૧ હજાર થી વધારીને રૂપિયા ૨૫ હજાર કરવાની આ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી જેને સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રજાજનો અને શિક્ષકગણે વઘાવી લીઘી હતી.
          પુજય સીતારામ બાપુએ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સૌ શ્રેષ્ઠ શિક્ષક ભાઇઓને ખુબ જ અભિનંદન સાથે આશીષ વચન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શ્રી ગજેન્દ્રસિંહ મહામંત્રી ભાવનગર જિ. સંઘ, ગણપતભાઇ પરમાર પ્રમુખ મહુવા તાલુકા સંઘ, અનંતરાય દિવાકર મહામંત્રી મહુવા તા.સંઘ, ભરતભાઇ પંડયા ઉપપ્રમુખ મહુવા તા.સંઘ અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
           શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં પુ. મોરારીબાપુ, સીતારામબાપુ તથા મહુવા પ્રાંત અઘિકારી ભાવનગર જિલ્લા શિક્ષણાઘિકારીશ્રી પ્રજાપતિ તથા ગાંઘીનગર થી પધારેલ અઘિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

No comments:

Post a Comment