Saturday, February 17, 2024

બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે

બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે

            જો બેટા આ નખી તળાવઆકાશે પોતાના દીકરા આયુષને કહ્યું. આયુષ પોતાની મમ્મી અવની નો હાથ પકડીને ચાલતો હતો. ચારે બાજુ જોઈ રહ્યો હતો. ઊંચા ઊંચા પહાડ, હરિયાળી, વાતાવરણમાં એકદમ ઠંડક એને નવાઈ લાગતી હતી. એકદમ એસી જેવું વાતાવરણ હતું.

            મોમ અહિયાં કેવી ઠંડી છે,અને આપણે ત્યાં તો કેટલી ગરમી પડે નહિ પપ્પા?” આયુષ અચરજ પૂર્વક બોલ્યો.

            હા બેટા એટલે જ તો તને અહી ભણવા મુકવાનો છે,તને અહી ખુબ મજા પડશે, એયને કેવું મસ્ત વાતાવરણ છે અહિયાં બેટા? ” આકાશે પોતાના દીકરાની આંગળી પકડીને કહ્યું. નાનો આયુષ મમ્મી અને પાપાની આંગળી પકડીને બેયની વચ્ચે હરખભેર ચાલતો હતો.

            બેટા ચાલ આપણે બોટમાં બેસીએ , તને મજા પડશે ને પછી તો તને અહી રોજ બોટિંગ કરવા મળશે…!! મારો ડાયો દીકો કેટલો ભાગ્યશાળી છેઆકાશે આટલું બોલીને આયુષને ઊંચકી લીધો. નખી લેક પર તેઓ બોટમાં ગોઠવાયા. ધીમે ધીમે બોટ ચાલવા લાગી. આયુષને આકાશ બધું બતાવતો હતો.

            જો બેટા આ બાજુ ભારતમાતાનું મંદિર છે, ત્યાં ઉંચે જે દેખાયને ત્યાં ગુરુશિખર છે. ત્યાં સૈનિકો રહે છે. આ બાજુ જો પેલો રોક છેને ઉંચો ઉંચો એનું નામ છે ટેડ રોક.  આપણે ત્યાં જઈશું અને પેલી સામેની ટેકરી દેખાય છેને ત્યાં છે સનસેટ પોઈન્ટ અને તેની નીચે બરાબર આવે હનીમુન પોઈન્ટ હું અને તારી મમ્મા લગ્ન કરીને અહી આવેલા અને હનીમુન પોઈન્ટ પર ફોટા પાડેલા, પૂછ તારી મમ્માને!!  અવનીનું મોઢું શરમથી લાલછોળ થઇ ગયું. એની આંખો જાણે કે આકાશને કહેતી હોય કે શુંય તમે બાળક આગળ આવી વાત કરવાની?. અવનીની આંખોમાં એક મીઠો ઠપકો હતો.

            મમ્મા પપ્પા સાચું કહે છે?” આયુષે અવનીની આંખોમાં જોઇને કહ્યું. જવાબમાં અવની હસી. એને એ સમય યાદ આવી ગયો જયારે આજથી દસ વરસ પહેલા માઉન્ટ આબુ આવી હતી આકાશ સાથે!!! ઉનાળામાં એમનાં બેયના લગ્ન થયાં હતાં. અને લગ્ન પછી બને આવ્યા હતાં. અહી અને એ પણ પુરા સાત દિવસ!!!! એ અચલ ગઢ , એ સનસેટ પોઈન્ટ , એ દેલવાડાનું કોતરકામ ઘણું બધું જોયું હતું આકાશના સથવારે !!!!!

            આકાશ અને અવની બને અમદાવાદની કોર્પોરેશનની શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતાં . શરૂઆતમાં બને વિદ્યાસહાયક તરીકે લાગ્યા હતાં, પણ ફૂલ પગારમાં આવ્યા પછી એમની જિંદગી ફૂલ સ્પીડમાં ચાલવા લાગી!!! આમતો તેઓ જ્યારથી પીટીસી કરતાં હતાં ત્યારથીજ સંબંધ નક્કી થઇ ગયો હતો .પણ જેવી નોકરી મળીકે  તરતજ એમનાં લગ્ન કરી નાંખવામાં આવ્યાં. બનેનું મેરીટ ખુબ જ સારું એટલે કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ અને એ પણ એક જ શાળામાં અને વર્ગખંડ પણ બાજુ બાજુમાં.. ખરેખર તેઓ ભાગ્યશાળી હતાં!! લગ્નના પાંચ વરસ બાદ આ એક માત્ર સંતાન આયુષ નો જન્મ થયો. બંને ખુશ!!! ખુબ જ ખુશ !!! એવું કહેવાય છે કે જયારે તમારે ત્યાં પ્રથમ સંતાન જન્મે ને પછી પતિ અને પત્ની વચ્ચે  એક પ્લેટોનિક લવ નો જન્મ થાય છે, એક દિવ્ય પ્રેમની અનુભૂતિ!!! અને આ બાબત આકાશ  અને અવનીના કિસ્સામાં એકદમ  સાચી પડી હતી. બનેનું એકમાત્ર લક્ષ્ય હવે પોતાના બાળકનો કેમ શ્રેષ્ઠ ઉછેર થાય એ બાબત તરફ જ હતું . અને આમેય શિક્ષકો પોતાના સંતાનોના ઉછેર અને શિક્ષણ માટે બીજા કર્મચારીઓ કરતાં વધારે ચિંતાતુર હોય છે!!. જ્યારે તેઓ હનીમુન માટે માઉન્ટ આબુ આવ્યા ત્યારે નખી લેક પાછે કતારબંધ બાળકો નીકળ્યા આકાશે જોયું અને અવનીને  કહ્યું કે આ બાળકો અહીની કોઈ ઇન્ટરનેશનલ શાળાનાં જ હશે. અહીં ઘણી બધી શાળાઓ આવેલી છે. અને પછી તપાસ કરી ને  તેઓ એ શાળા પણ જોઈ આવ્યા અને આકાશ અને અવનીએ નક્કી પણ કરી નાંખ્યું હતું કે બસ જે બાળક આવશે એ આ શાળામાં  જ ભણશે!! શાળા વિશેની તમામ માહિતી તેઓ હનીમુનના સમયગાળા દરમ્યાન જ લઇ લીધી. જે બાળક પાંચ વરસ પછી પૃથ્વી પર અવતરવાનું હતું તેની માટે અત્યારથી જ શાળા નક્કી થઇ ચુકી હતી!!! આવું ખરેખર ભારતમાં જ શક્ય બને !!! અને આજે તેઓ આયુષને લઈને ફાઈનલ કરવા આવ્યા હતાં. હજુ તેઓએ આયુષને શાળા બતાવી નહોતી કે તારે અહીં ભણવાનું છે.  હજુ તો એ આબુના વાતાવરણ થી એને પ્રભાવિત કરી રહ્યા હતાં.. પછી એને શાળા બતાવવાની હતી.. એનાં ફાયદા અનેઆમેય તેઓ અત્યારે પોતાના બાળક પાસે એકમ કઢાવી રહ્યા હતાં, વિષયનિરૂપણ હવે પછી કરવાનું હતું. આયુષને લઈને તેઓ હવે શાળામાં જઈ રહ્યા હતાં. શાળામાં આયુષનો ઈન્ટરવ્યું લેવાનો હતો. એ માટે છેલ્લાં બે માસથી પુર ઝડપે તૈયારીઓ ચાલતી હતી. નાના આયુષને  રોજ પ્રશ્નો પૂછીને એનાં જવાબો ચેક કરવામાં આવતા હતાં. એની કચાશ તરફ ધ્યાન દોરીને સતત સુધારો થાય એવા પ્રયત્નો થઇ રહ્યા હતાં.આમ તો આયુષને તેઓએ અમદાવાદની સારામાં સારી નર્સરીમાં પણ મૂકી જોયેલો. પણ મન ના માન્યું. ઘરે પણ તેઓ સતત  આયુષને  ભણાવ્યા જ કરતા. કોર્પોરેશનની શાળામાં તો આયુષને મુકવાનો ખ્યાલ તો એણે કદી  સપનામાં પણ નહોતો કર્યો. જોકે ક્યારેક અવની જોડે આયુષ આવતો શાળામાં તો પણ સતત એનું ધ્યાન રાખવામાં આવતું. આકાશ અને અવની સારી પેઠે સમજતા કે કોર્પોરેશનની શાળાઓ નોકરી કરવા માટે અને પગાર માટે શ્રેષ્ઠ બાકી પોતાના સંતાનો ભણાવવા માટે તો કોઈ હિલ સ્ટેશન પર આવેલી ભપકાદાર શાળા જ સારી. આવી કોર્પોરેશન ની શાળામાં તો બધીજ જ્ઞાતિના બાળકો સાથે આપણુ બાળક ના શોભે એવી એક પ્રકારની ગ્રંથી પણ મનમાં ખરી. અને સહુથી મોટી પેલી ખતરનાક ગ્રંથી કે આપણા છોકરા આપણી પાસે થોડા શીખે…!!!

            એક ભવ્ય કેમ્પસમાં તેઓ દાખલ થયાં. આયષ તો માનવા તૈયાર જ નહોતો કે આવડી મોટી શાળા હોય!!! એને તો મજા પડી ગઈ. શાળામાં બીજી બધી વસ્તુ ઓ જોઈ , સહ અભ્યાસિક પ્રવૃતિઓ, રમતનું મેદાન , હોસ્ટેલ વિવિધ પ્રકારના બગીચા.. ટૂંક માં શાળા એક મહેલ સમાન હતી. પણ આચાર્યશ્રી આજે બહાર ગયાં હોવાથી કાલે એડમીશનનું ફાઈનલ થશે એમ જાણવા મળ્યું. કાઈ વાંધો નહિ કાલે તો કાલે એડમીશન તો મળશે જ ને !!! પોતાનું એક સપનું સાકાર થશે એ જાણીને આકાશ અને અવની ખુશ હતાં!!!

            શાળાની બહાર એક મોટું ચર્ચ હતું અને બાજુમાંજ કબરો આવેલી હતી ત્યાં  ઘણાં વ્રુક્ષો હતાં. ત્યાં એક બાંકડા પર તેઓ બેઠા સામે એક કબર આવેલી હતી તેના પર લખેલું હતું. મીસીસ મેરી ડી કોસ્ટા ૧૯૪૦ -૨૦૦૦અચાનક ત્યાં એક ૩૦  વરસનો યુવાન આવ્યો હાથમાં થોડા ફૂલો હતાં કબરની સામે ફૂલ મુક્યા આંખો મીંચીને પ્રાર્થના કરી. યુવાનનો ચહેરા પર થોડી ગમગીની હતી. આંખો ભીની થઇ રહી હતી. દસેક મિનીટ બાદ તે યુવાન આવીને સામેના બાંકડા પર બેઠો. આકાશ અને અવની આ યુવાનને જોઈ રહ્યા. આયુષ સામે જોઇને પેલો યુવાન બોલ્યો.

            શું નામ છે તારું બેટા??”

            આયુષ આકાશકુમાર પટેલઆયુષે  જવાબ આપ્યો. આમેય ઘણાં દિવસથી ઈન્ટરવ્યુંની પ્રેકટીશ તો ચાલતી હતીને એટલે ફટાફટ જવાબ આપ્યો.

            શું આ કબર તમારી માતાની છે??”  આકાશે કહ્યું.

            ના હું જયારે આ શાળામાં ભણવા બેઠોને ત્યારથી મને સાચવતા એ બેનની  છે, હું આ બાજુની શાળામાં જ ભણેલો છું. બાય ધ વે મારું નામ વિકાસ પટેલ. યુવાને નામ આપ્યુ.

            સરસ!! કેવી છે આ શાળા હું મારાં બાળકનું એડમીશન લેવા આવ્યો છું, પણ કાલે એડમીશન મળશે, આમ તો અગાઉ  મારે ફોન પર વાત થઇ જ ગઈ છે ફક્ત ફોર્માલીટીઝ બાકી છે. આકાશે પૂછ્યું

            ખુબ જ સરસ છે હું ધોરણ ૧ થી ૧૨ સુધી અહીંજ ભણ્યો અને હાલ અમદાવાદમાં એક કંપનીનો મેનેજર છું. તમે બને શું કરો છો.?

            અમે બંને શિક્ષકો છીએઅવનીએ જવાબ આપ્યો આયુષ તો ભોળપણથી આ વાતો સાંભળી રહ્યો હતો.

            શું” ? તમે બને સાથે રહો છો ? કે પછી અલગ અલગ?? ” વિકાસના આ પ્રશ્ન આકાશ ચોંકી ઉઠ્યો.

            મિસ્ટર તમે કેવી વાત કરો છો, અમે એક બીજાને પુરતો પ્રેમ કરીએ છીએ , અને અમે સપનામાં પણ જુદા પડવાનું વિચાર્યું નથી અને તમે અમારા વિષે આમ ધરી જ કેમ શકો? આકાશનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો

            સોરી મિસ્ટર આકાશ પટેલ મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. તમારી લાગણી દુભવવાનો પણ કોઈ જ ઈરાદો નહોતો !! પણ  મને નવાઈ લાગી કે તમે બંને ગુરુજનો પોતાના પાંચ વરસના એક કુમળા ફૂલને અહી હોસ્ટેલમાં ભણવા મુકો છો.. તમે કહો છો તેમ તમે એક બીજાને ખુબ જ પ્રેમ કરો છો તો એ પ્રેમની વચ્ચે આ બાળકનો સમાવેશ થઇ શકે એટલી જગ્યા છે કે નહિ?? ” વિકાસે પોતાની વાત અટકાવી. ગળું સાફ કર્યું અને પછી ફરીથી બોલ્યો.

            માફ કરજો ગુરુજનો , મને  શિક્ષણમાં બહુ લાંબી  ખબર ના  પડે, મારો એ વિષય પણ  નહિ પણ મને એટલી ખબર તો પડે કે શિક્ષકોને સમજાવવા એ દુનિયાની સૌથી અઘરી બાબત છે..!! શિક્ષકો અમારા જેવા લાખો  વિદ્યાર્થીને સમજાવી શકે, આગળ વધારી શકે, જીવન સુધારી શકે. પણ એજ શિક્ષક્ને અમુક બાબતમાં આપણે સમજાવીએ તો એ લગભગ સમજતા નથી. બાય ધ વે હું  મૂળ મુદ્દા પર આવું છું. હું એક ટોચની કંપનીમાં મેનેજર છું. મારો વાર્ષિક પગાર ૨૪ લાખ છે. ધારું તો હું અમદાવાદ માં રહી શકું પરંતુ ના હું અમદાવાદની બાજુના ગામડામાં રહું છું. મારાં બે સંતાનો એની મમ્મી સાથે જ ભણે છે અને સરકારી શાળામાં જ ભણે છે અને મારી પત્ની અનુરાધા શિક્ષિકા છે. તમને કદાચ નવાઈ લાગશે ને અને લાગવી જ જોઈએને એક ઇન્ટરનેશનલ સ્કુલમાં પહેલેથી ભણેલાં અને એક કંપનીના મેનેજરે એનાં બાળકોને સરકારી શાળામાં શા માટે મુક્યા!!. એ વાત જાણવા માટે તમારે મારી વાત સાંભળવી પડે મિસ્ટર આકાશ પટેલ, સાંભળવી છે વાત તમારે મીસીસ પટેલ??” બોલતા બોલતા વિકાસ પટેલનો અવાજ ગળગળો  બની ગયો. વાતાવરણમાં એક જાતની ગમગીની પ્રસરી ગઈ. અવની અને આકાશ ફાટી આંખે આ બધું સાંભળતાં રહ્યા. આયુષ પણ ગંભીર થઇ ગયો. ઘણીવાર મે અનુભવ્યું છે નાનું બાળક પરિસ્થિતિનો ક્યાસ બહુ જલ્દી કાઢી લેતું હોય છે. એક આંધી પહેલાની શાંતિ હોય તેવું લાગ્યું.

            સાંભળવી છે અમારે વાતઅવનીએ કહ્યું, એણે આયુષને પોતાના ખોળામાં લીધો. વિકાસ ઉભો થયો, આજુબાજુ બે ડગલા ચાલ્યો. ખીસ્સામાંથી સિગારેટ કાઢીને જલ્દી જલ્દી ત્રણ ચાર કશ મારી ને આયુષના  માથે હાથ ફેરવીને કહ્યું..!!

            બસ હું પણ આવડો જ હતોને મારાં મમ્મી પાપા મને અહી લઇ આવ્યામને ધોરણ ૧ માં દાખલ કર્યો. મને એ વખતે તો કોઈ સમજ નહોતી પણ પાછળથી ખબર પડેલી કે મારા મમ્મી પપ્પાને ભડતું નહિ. બહુ નાની એવી વયે મને આ સમજ આવી ગયેલી. અને આમેય સાહેબ જે ઘરમાં માં મમ્મી અને પપ્પા સતત ઝગડતાં હોયને તેના સંતાનો બહુ નાની ઉમરે સમજદાર બની જતાં હોય છે.  સામાન્ય બાળકોની સરખામણીએ અમારામાં સમજણ વહેલા આવી જાય હવે વિકાસે સિગારેટનો ઘા કરી દીધો અને પાછો બાંકડા પર બેઠો વાતને આગળ વધારી.

            મારાં પિતા મહેસુલખાતાનાં એક મોટા અધિકારી અને મારી મમ્મી સચિવાલયમાં સારી એવી પોસ્ટ પર. શરૂઆતમાં મને અહી રડવું આવતું અને આ તમે કબર જુઓ છો ને એ મેરી ડી કોસ્ટાએ મને બચપણનો પ્યાર આપ્યો કેજે મને મારાં માતાપિતા ના આપી શક્યા.  મેરી ને અમે બધાં બાળકો મધર મેરી કહેતા. એ અમને ફરવા લઇ જાય!!  હસાવે , ગમ્મત કરે પણ તોય શરૂઆતમાં અમને ઘર બહુ સાંભરતું. મારાં સદભાગ્ય એટલા સારા કે મેરી મને બધા કરતા વિશેષ સાચવતાં. શરૂઆતમાં દર મહિનાના છેલ્લાં રવિવારે મારાં મમ્મી પાપા મને મળવા આવતાં. દરેક બાળક આ દિવસે ખુબ જ આનંદમાં હોય.અમને પૈસા આપે રમકડાં આપે પણ બીજાનાં મમ્મી પાપા કરતાં મારાં મમ્મી પાપા થોડા અલગ વર્તાવ કરતાં. તેઓ એકબીજા સાથે જાણે ઓળખતા પણ ના હોય તેઓ વ્યવહાર કરતાં. સાંજે પાંચ વાગે તેઓ જતાં ત્યારે મધર મેરીને  અલગ અલગ રીતે મળતાં અનેમારી ભલામણ કરતાં. આવું છ માસ ચાલ્યું. પછી અચાનક એક મહિનો મારી મમ્મી આવે તો એક વખત મારાં પપ્પા આવે. મેં મધરને એક દિવસ પૂછ્યું કે આવું કેમ થાય છે??  મધર કશું બોલ્યાં નહિ બસ મને એની છાતીએ ચાંપીને વહાલ કરતા રહ્યા ત્યારે લગભગ હું બીજા ધોરણમાં હતો. મને પાછળથી ખબર પડેલી કે મારાં માતા પિતાએ એ ડાઈવોર્સ લઇ લીધા છે. સવાલ હવે મારો હતો કે મારું કોણ?કોર્ટ બહાર એવું સમાધાન થયેલું કે જ્યાં સુધી હું અઢાર વરસનો ના થાવ ત્યાં સુધી એક એક મહિનો વારાફરતી એ લોકો મારી ખબર કાઢવા આવે. અને એક નક્કી થયેલ રકમ મારાં ખાતામાં જમા કરાવે. હું એક નો એક દીકરો  એમના અહંને કારણે એક એક મહિના માં વહેચાઈ ગયો હતો.!!

            આ બધી વાતો જ્યારે હું પાંચમાં ધોરણમાં આવ્યોને ત્યારે મધરે મને કરેલી. દિવાળીનું વેકેશન હું પાપાને ત્યાં ગાળું અને ઉનાળાનું  મમ્મીને ત્યાં!!. બને અલગ અલગ રહેતા. પણ પછી જવાનું જ બંધ થયું. કારણકે મારાં પાપા એ અને મમ્મી એ બીજા લગ્ન કરી લીધા હતાં અને મેરી સાથે કહેવાડાવ્યું કે વિકાસ હવે અહી ના આવે. એને કોઈ સમર કેમ્પમાં કે દિવાળી પર યોજાતી કોઈ ટ્રેકિંગ શિબિરમાં ગોઠવી દેજો અને પૈસા તમને મળી જાશે. મારાં મમ્મી પાપા મને પુષ્કળ પૈસા મોકલાવતા પણ હું   વાપરતો જ નહિ ભગવાને આપેલું બચપણ જ હું ના વાપરી શક્યો એ પૈસા શું વાપરી શકે??. હું મધરની સાથે જ રહેતો. મધર આમતો મૂળ કેરળના અને  કાલીકટ શહેરમાં રહે. વરસો પહેલા અહી એમના પતિ સાથે આવેલા અહી આવ્યા બાદ બે વરસમાં એમના પતિનું અવસાન થયેલું ને પછી એમને આ શાળા વાળા એ લેડી રેકટર તરીકે રાખી લીધેલા. એ કાલીકટ લગભગ જતાં નહિ પણ મારો સવાલ થયો કે વેકેશનમાં કયા જવું??  એટલે એ મને વેકેશનમાં ત્યાં લઇ ગયાં. હું એમને ત્યાં બેય વેકેશનમાં જતો. એયને દરીયાકીનારો, નાળીયેરી મને ત્યાં ખુબ જ મજા પડતી. મધરને કોઈ સંતાન નહોતું એ મને દીકરાની જેમ જ રાખતા. ધીમે ધીમે  મમ્મી પાપા ભૂલાવા લાગ્યા. પછી તો એ આવતા પણ બંધ થયાં ફોન પર ખબર પૂછી લે. અને મારું ધ્યાન અભ્યાસમાં લાગ્યું. જ્યારે હું દસમાં ધોરણમાં હતો ત્યારે અચાનક એક વખત મધર મેરી મને ક્લાસરૂમમાં થી બોલાવી ગયાં અને અહીં જ લાવ્યા આ જ બાંકડા પર હું બેઠો અને તમે જ્યાં બેઠા છો ત્યાં મારી મમ્મી બેઠી હતી એની સાથે કોઈ પુરુષ હતો. મધરે ઓળખાણ કરાવી કે આ તારા પિતાજી છે એમને પગે લાગ. તારા મમ્મી એમની સાથે કાયમ માટે કેનેડા જઈ રહ્યા છે.તને છેલ્લી વાર મળવા આવ્યા છે દીકરા. તને આ પૈસા લાવ્યા છે એકી સાથે. પણ માનશો સાહબે  મને કોઈ જ લાગણી ના થઇ. મેં ઘણું મન કર્યું કે હું રડું. મારી માતાને ભેટીને રડું પણ સાહેબ  ખલ્લાસ હું રડી પણ ના શક્યો અને ઉભો પણ ના થયો!!. કોઈ એવી લાગણી મારાંમાં જન્મી જ નહિ. મારી મા રડવા લાગી એ ઉભી થઇ મારી પાસે આવી મને બાથમાં લેવા પણ હું દુર ખસ્યો ને  જીવનમાં મને પેલી વાર જ મધર મેરીએ એક થપ્પડ મારી સાહેબ મેં જીવનમાં  એક જ વખત મેરીની થપ્પડ  ખાધી.અને વિકાસ રોઈ પડ્યો નાના છોકરાની જેમ રોઈ પડ્યો. આકાશે એમની સાથે  લાવેલી પાણીની બોટલમાંથી પાણી પાયું એની પીઠ પર હાથ પસવાર્યો. અવનીની આંખમાં  પણ આંસુ હતાં. આયુષ આ બધું જોઈ રહ્યો હતો. થોડીક વારમાં વિકાસ સ્વસ્થ થયો અને આગળ વાત ચલાવી.

            મારી મા ચાલી ગઈ. હું પણ ત્યાંથી દોડ્યો અને અગાશી પર ગયો ત્યાં દીવાલ સાથે માથું  અથડાયું. માથામાંથી લોહી નીકળ્યું પણ આંખમાંથી આંસુ ના નીકળ્યું. એક બાજુ મારી માતાને છેલ્લી વાર ભેટી ના શક્યો એનું દુખ પણ લાગણી જ ના જન્મી એમાં હું શું કરું??  . મધર પાછળ પાછળ આવ્યા મને એની રૂમ પર લઇ ગયા પાટો બાંધ્યો. મધરની આંખમાં આંસુ હતાં. મેં એની આંખમાં પેલી વાર આંસુ જોયા અને હું એણે ભેટીને મોકળા મને રોયો.મધર પણ રોતા રહ્યા. મને મધર ક્યારેય મારતા નહિ બીજા છોકરા તોફાન કરે તો મધર સોટી લઈને જતાં અને આમેય સાહેબ હું ક્યારેય તોફાન કરતો નહિ ને અને સાહેબ તોફાન તો એ છોકરા કરે કે જે એની માની ગોદમાં અને પપ્પાની પીઠ પર મોટા થયા હોય !! મને એ રાતે સખત તાવ આવ્યો. મધરે આખી રાત મને પોતા મુક્યો. મારું આખું શરીર ધ્રુજે બીજે દિવસે મને એ કારમાં લઈને સિરોહી લઇ ગયાં એક મોટા દવાખાને. મને ત્યાં ત્રણ દિવસ રાખ્યો. મધરે આ ત્રણ દિવસ માં ભાગ્યેજ કશું ખાધું હોય તો બસમારી પાસે બેસી રહ્યા . હું સ્વસ્થ થયો પાછો મને હોસ્ટેલમાં લાવ્યા સાંજે મધર ચર્ચમાં મીણબતી સળગાવીને પ્રાર્થના કરતાં હતાં.

            બારમાં ધોરણમાં હું સેન્ટર ફર્સ્ટ આવ્યો. અને દિલ્હીની કિરોડીમલ કોલેજમાં મને એડમીશન મળી ગયું.મધર મને મુકવા આવ્યા દિલ્હી મને કોલેજ ની હોસ્ટેલમાં એડમીશન મળી ગયું હતું. છેલ્લે મધરે મને એક પાસબુક આપી એમાં ખુબજ મોટી રકમ હતી. મારાં મમ્મી પપ્પા જે પૈસા આપતા એમાંથી બચેલી રકમ હતી. મને પરાણે એ રકમ આપી. હું કોમર્સમાં દાખલ થયો. છેલ્લાં વરસ ના પરિણામના આગલાં દિવસે મને અમદાવાદ થી ફોન આવ્યો એક સ્ત્રીનો અવાજ હતો કોણ વિકાસ બોલ છો આલે તારા બાપ સાથે વાત કર સાલો મરવાં પડ્યો તોય મારો વિકાસ મારો વિકાસ કરે છે અને ફોનનું રીસીવર માંથી મારાં પપ્પાનો અવાજ બેટા વિકાસ એક વાર મળી જ એક વાર મળી જા એક વાર મળી જા.. અને ત્યાં કોઈ એ રીસીવર ખેંચ્યું હોય એવો અવાજ આવ્યો. થોડીવાર પછી મધરનો ફોન આવ્યો. મને કીધું કે તારા પાપા મરણ પથારીએ છે અહી ફોન આવ્યો છે તું અમદાવાદ જલ્દી પહોંચ. હું ગુજરાત મેઈલમાં બેઠો પાપાને મળવા જતો હતો. મગજમાં તરંગો હતાં પણ લાગણી કેમેય કરીને થતી નહોતી.અજમેર વટાવ્યું ત્યાં મોબાઈલમાં પાછો ફોન આવ્યો કે મેરી દાદર પરથી પડી ગયા છે હોસ્પીટલમાં છે. હવે મારું મન ગૂંચવાયું અમદાવાદ જવું કે પછી માઉન્ટ આબુ જવું અને પછી આબુ રોડ ઉતરી ગયો. વરસાદ વરસી રહ્યો હતો કોઈ ટેક્સી વાળો માઉન્ટ પર આવવા તૈયાર નહોતો છેવટે એક બાઈકની પાછળ બેસીને હું અહી પહોંચ્યો ત્યારે જોયું તો મેરીને કોફીનમાં હતાં, દફનવિધિ શરુ હતી. હું રડ્યો સાહેબ ખુબ જ રડ્યો . મારે ત્રણ દિવસ આબુ રોકાવું પડ્યું. મેરી પોતાની તમામ સંપતિ મને આપતા ગયાં હતાં. એતો મેરીનું વિલ જોયું ત્યારે મને ખબર પડી અને સંપતિમાં તો બેન્કની રોકડ રકમ કાલીકટ વાળી થોડી જમીન અને ત્યાનું એક મકાન. આજે પણ વેકેશનમાં હું અને અનુરાધા ફક્ત કાલીકટ જ જઈએ છીએ.એટલામાં વિકાસનો મોબાઈલ રણક્યો, એ ઉભો થયો દુર ગયો અને ફોન પર લગભગ દસ મીનીટસ વાત કરી.વિકાસે વાતને આગળ વધારી.

            અમદાવાદ પહોંચ્યો મારાં ઘરે જ્યાં પહેલા મારાં મમ્મી પાપા રહેતા હતાં. પછી ફક્ત પાપા રહેતા હતાં, અને પછી જઈને ખબર પડી કે હવે ફક્ત ત્યાં નવી મમ્મી જ રહે છે. પાપા તો મને ફોન આવ્યોને ત્યારે જ મારી સાથે વાત કરતા કરતા જ ગુજરી ગયાં હતાં. ઘરે પહોંચ્યો મેં ઓળખાણ આપી ને નવી મમ્મી તાડૂકી અહી હવે શું છે? બાપ તો ગયો ગાજતો મારો વિકાસ મારો વિકાસ કરતો હવે તારે અહી શું દાટ્યું છે, સંપતિમાં ભાગ જોતો છે. વારસો જોતો છે, મેં ના પાડી અને આમેય સાહેબ જેને નાનપણથી જ સ્નેહનો વારસો ના મળે એને સંપતિના વારસાની શી જરૂર. ઘરમાં બીજા ત્રણ પુરુષો હતાં એ કોણ હતાં એ તો નથી ખબર પણ સાહેબ એ લોકોએ મને ઢોર માર માર્યો.મને ઢસડીને દરવાજે લઇ ગયાં અને ત્યારે મારા કાનમાં મારી નવી મમ્મી શબ્દો અથડાયાકોણ જાણે કોનું લોહી હશે, એની માં જ ખરાબ સ્વભાવની હતી એટલે જ એના બાપે છુટા છેડા લીધેલા જાને કોનું પાપ હશે હલકટ સાલોસાહબે મારું મગજ સુન્ન થઇ ગયું . જીંદગીમાં મે બીજાનું શું ખરાબ કર્યું કે હું પાપ થઇ ગયો, હું કઈ રીતે હલકટ !!! સાહેબ હું રોડ પર ચાલતો ગયો બસ ચાલતો જ ગયો બસ મને એટલી ખબર છે કે સામેથી આવતા એક ટ્રક સાથે અથડાયો અને મારી આંખો સામે અંધારા આવી ગયાં. ભાનમાં આવ્યો ત્યારે એક હોસ્પીટલમાં હતો. મારી બાજુમાં એક યુવતી ઉભી હતી.એ અનુરાધા હતી. મને પાછળ થી આ બધી ખબર પડી કે જેવી ટ્રકે ટક્કર મારી કે એની સ્કુટી લઈને પસાર થતી હતી અને જોયું અને એ પછી હોસ્પીટલમાં લઇ ગઈ. દસમાં દિવસે મને ભાન આવેલુ. અને ડોકટર તેજેન્દ્ર શાહે કહેલું કે ઊંડો આઘાત છે, સાચવીને વ્યવહાર કરવો નહીતર આ વ્યક્તિ જીવશે તો ખરો પણ પાગલની પરાકાષ્ટાએ જીવશે અનુરાધા મને એનાં ગામડે લઇ ગઈ બોપલ થી ૧૫ કિમી દુર એનું ગામ આવેલું. એનાં પિતા હેમજીભાઈ એ મારું સાચવવાનું કામ ઉપાડી લીધેલું. હું એમની સાથે ખેતરે જાવ ફાવે એ કામ કરું. અનુરાધા બાજુના જ ગામમાં નોકરી કરે. એ સાંજે આવે ત્યારે વાતો કરે. બરાબર આઠ મહિના પછી હું સ્વસ્થ થયો . મેં જવાની રજા માંગી, મારે દિલ્હી જવું હતું મારે પરિણામ લેવું હતું. આગળનું વિચારવાનું હતું. જતી વેળા અનુરાધા બોલી એકલાં જવું જરૂરી છે, સાથે ના જઈ શકાય, જીવનમાં આપણો કોઈ ખ્યાલ ના રાખે તો આપણે પણ એમ જ કરવું એ જ જીવન છે??? અનુરાધા પાસે આવી બોલી પાપા ને મે પૂછી લીધું છે હું દિલ્હી સાથે આવું છું. દિલ્હી જઈને મેં મારું પરિણામ લીધું સાહેબ કોલેજમાં હું ત્રીજા નંબરે આવ્યો હતો. પ્રોફેસર દેવાદત ને મળ્યો. કહાની કીધી અનુરાધાનો પરિચય કરાવ્યો. એમણે કીધું કે તું અમદાવાદ જ રહે તારે ત્યાં જોબ કરવી જ હોય તો એક મેનેજરની જગ્યા પર ગોઠવી દઉં. હું બોલું એ પહેલા અનુરાધા એ હા પાડી દીધી . મારાં વતી મારો નિર્ણય એણે લઇ લીધો કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે. અમે અમદાવાદ આવ્યા. હું નોકરી એ લાગ્યો. મે સાદાઈ થી લગ્ન કરી લીધા.

            એકાદ વરસ બાદ અનુરાધા એ જોડિયા બાળકોનો જન્મ આપ્યો એક દીકરોને એક દીકરી દીકરાનું નામ અનુ પાડ્યું અને દીકરીનું નામ રાધા... અનુ ને રાધા.. અત્યારે બેય બીજા ધોરણ માં ભણે છે.. એમની મમ્મી સાથે..."વિકાસ હવે ઉભો થયો.. બોલ્યો..

            " સાહેબ બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે.. જે સંતાન ને માતા પિતા પૂરતો પ્રેમ કે હૂંફ ના આપી શકે એવા મા બાપે સંતાન પેદા જ કરવાનું ટાળવું જોઈએ.. બાળક 12 વર્ષ સુધી તો માતા પિતા પાસે જ હોવું જોઈએ તો જ તેમના માં લાગણીનું વાવેતર શક્ય બનશે.. સાહેબ લાગણી વગરની સમજ નકામી અને સમજ વગર નો સમાજ નકામો... આજે સમાજમાંથી લાગણી જતી રહી છે સાહેબ.. વાવેતર જ બંધ થઈ ગયું છે.. એક દિવસ આનું વિનાશકારી પરિણામ આવશે.. વિજ્ઞાન કે ટેક્નોલોજી ગમે તેટલા આગળ વધે એ માતાના પાલવ થી ક્યારેય મોટા ના હોઈ શકે... ક્યારેય નહીં.... આજે સમાજનું એલિવેશન જ સારું છે બાકી એના પાયામાં લાગણીવિહીનતા નો લૂણો લાગ્યો છે..." વિકાસે પૂરું કર્યું.. પાણી પીધું .. આકાશ અને અવની શોકમાં ગરકાવ હતા છેવટે આકાશ બોલ્યો..

            "તમે પેલી ગાડીમાં જ આવ્યા ને અમને તમારી ગાડીમાં અમદાવાદ સુધી લઈ જશો..

            "હા સ્યોર. મને ગમ્યું." વિકાસે સ્મિત આપીને કહ્યું.. અને આબુના ઢોળાવ વાળા રસ્તા પર ગાડી ચાલી રહી હતી.. આગળ આકાશ અને વિકાસ પાછળ અવની અને આયુષ આયુષ એનાં મમ્મી ના ખોળામાં હતો.. એને હવે મમ્મીના ખોળામાં જ એડમિશન મળી ગયું હતું.. દુનિયામાં સહુથી ભાગ્યશાળી એ જ બાળક કે જેને ભણવા માટે મમ્મી નો ખોળો મળે.. અને ફરી વાર એક વાત વિજ્ઞાન કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે માતાના પાલવ કરતા એ ક્યારેય મોટી નહીં હોય....આભાર..

 

લેખક.. મુકેશ સોજિત્રા

Thursday, November 11, 2021

શું તમારે વાસ્તુશાસ્ત્રની જરૂર છે?

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.

જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.

એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.

કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને
Hongkong ના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ
Master Cao  ને બોલાવી લીધા.

એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.

રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.

Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.

ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?

એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.

Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.

ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી  7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?

Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.

Master Cao..... થોડો સમય

ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા,
મિત્ર,
આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.

એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?

Master Cao
જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,
એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.

જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.

જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.

જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.

ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ  ન રહે.

Saturday, June 5, 2021

આજની દિકરીઓને સંદેશ

🙏🏻આજની દિકરીઓને સંદેશ🙏🏻
🌻🌻🌻🌻🌻💯✅✍🏻
આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ ???
બધું સુખ હોય, પૈસાદાર હોય , જમાઈ સારો હોય ભણેલો હોય દેખાવડો હોય અને એકલો હોય.👉  
મોટાભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે.
દીકરી રાજ કરે પણ કોની સાથે ??? ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો .
ત્યારે માતા પિતાએ કેવું ઇચ્છવું જોઈએ.
મિત્રો !  સોચ બદલો સમાજ બદલો
સમાજને *100% સોના* જેવો *શ્રેષ્ઠ સંદેશ.
 👉🏻ઘણો બધો ટાઈમ કાઢી આ મેસેજ 
લખેલ છે.દરેક સભ્યો જરુર વાંચો.
🤱💁🏻‍♀️🧕🦸‍♀️🙍‍♀️🤰🤱👩‍🎨
દીકરીઓને પણ સાચી શિખામણ દો.
   🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
           જેના દીકરા અને વહુ , જેની દીકરી અને જમાઈ તેમજ સાસરી વાળાઓ વચ્ચે સંપ કોઈ પણ કારણ સર રહેતો ના હોય..... અને જીવનભર છુટા પડવાની નોબત આવે છે. તેના માટે *જવાબદાર કોણ ......?*
દીકરો ....કે....દીકરી........?
દીકરાના માતા - પિતા .....કે
દીકરીના માતા - પિતા .....?
આ નક્કી  કરવાનું હું તમારા પર છોડું છું..!!!
*એક દિકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે ! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરીની જેમ રાખશે ? * તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો... હા *બેટા, તું અહીયા શું છે ? તો દિકરીએ જવાબ આપ્યો :- હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે....*  
                *પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું*
(1) પત્નિ
(2) દિકરી
(3) મા
(4) ભાભી
(5) જેઠાણી કે પછી દેરાણી... *આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.*
*પણ... ખાલી તારી સાસરીના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી . બેટા*.... *એ ઘર તો તને આખી જીન્દગીનું નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને (10) દસ ગણું સાચવશે..........*
 *પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.*  *તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે  *તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા ? તરત જ  પિતા એ કહ્યું કે*
(1) *પિયર ઘેલી ના થતી.*
(2) *તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી.*                                મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે. મમ્મીઓ દિકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માંગે છે. એ નથી સમજાતું. અગર તમે દિકરીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે. આમ કરવાથી ઉલટાનું છૂટું કરવાની નોબત આવે છે. અને પછી બન્ને પક્ષના વડીલોની સહમતીથી આપસી લેણદેણ પતાવીને છુટું થાય છે. હવે દિકરી ના માતાપિતા વળી પાછો કોઈ નવા મુરતિયો શોધવાના કામે લાગી જાય છે. હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલીવાર માં જેમ મનપસંદ મુરતિયો મળ્યો હતો એ હવે બીજીવાર માં થોડું જતું કરવું પડે છે.  અને પછી શરૂ થાય છે. "ઘરસંસાર પાર્ટ 2". હવે તો દિકરીના બીજીવાર ના લગ્ન હોય એટલે નથી દિકરી કંઈ બોલી શક્તિ કે નથી દિકરીની મમ્મી "ઘરસંસાર પાર્ટ 2" માં દખલગીરી કરી શક્તિ. ત્યારે સમજાય છે કે આના કરતાં તો "ઘરસંસાર પાર્ટ 1" એકદમ સારું હતું. પણ..... હવે..., હવે શું થાય. હવે તો નીભાવ્યે જ છૂટકો છે.  એટલે મારી માતા ઓને ખાસ બે હાથ જોડીને 🙏🏻🙏🏻🙏🏻 વિનંતી છે કે દિકરીની સગાઈ આપણાં બધાની સહમતી થી સમાજ માં કરીએ છીએ. આપણું કામ ફક્ત દિકરીને સારું સંસ્કારી સાસરૂ શોધી આપવાનું હોય છે. પછી પોતાનો ઘરસંસાર કઈ રીતે ચલાવવો એ દિકરી ઉપર છોડી દઈશું તો દિકરી પણ સુખી અને આપણે પણ સુખી. બાકી દખલગીરી જ કરવી હોય તો "ઘરસંસાર પાર્ટ 2" માં પણ સુખી નહીં રહે. અરે ઘણાં લોકો તો એટલે સુધી ચડામણી કરે કે સવારે વહેલા નહી ઉઠવાનું, કામ ઓછું કરવાનું, સાસુ ને સામે થવાનું, જેઠાણી નું સહન નહી કરવાનું. કુમાર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલમાં જમવા લઈ જાય, ફરવા માટે લઈ જાય. મારૂં કહેવાનું એજ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકશાન સહન કરવાનું તો દિકરી ને ભાગે જ આવે છે. તો મારી દરેક દિકરી ઓને બે હાથ 🙏🏻🙏🏻🙏🏻 જોડીને વિનંતી છે કે તમારા ઘરસંસાર માં સુખી રહેવું છે કે દુઃખી. ?, અગર ઘરસંસાર માં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે. કે જો પોતાની મમ્મીઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દોમાં કહી દેવું કે મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું. હું હવે પરણી ગઈ છું. મારે સાસરા માં શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો. આટલા શબ્દો દિકરીઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ દિકરી ના ઘરસંસાર માં વિધ્નો આવી શકે.
(3) *કંઇ પણ વાત હોય તો પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી  રહેજે........તારા જીવનમાં..*
*દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું ? દિકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ  મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.*🌻🌻🌻🌻🌻
*હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે .....હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં......*
જે *મજા સંપીને રહેવામાં છે* તે અલગ માં નથી.
દરેક દીકરી ને આવી સલાહ મળે તો કોઈ દીકરી ના જીવન માં *દુઃખ* તો આવે જ નહીં.
➡️ દરેક માતા-પિતા અને ખાસ કરીને દીકરીઓ એ વાંચવા જેવુ અને જીવન માં ઉતારવા જેવું છે.  હાલ ની દરેક દીકરી ને આ લેખ સમર્પિત. મેં આ લેખમાં મારા પોતાના વિચાર પણ લખીને આપ સૌને મોકલ્યા છે. તો કોઈક ની દિકરી ના ઘરસંસાર માં ભંગાણ ન પડે. કોઈ માતા,બહેન, દિકરીના ઉપર આ લેખ નથી લખ્યો.પણ સમાજમાં એક સારો સંદેશ પહોંચે એટલા માટે "મન કી બાત" આપ સૌની સમક્ષ મૂકી છે. 
આપ સૌને જય જિનેન્દ્ર 🙏🙏🙏

Friday, April 23, 2021

ગીલોય (ગળો)(કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ )

ગીલોય (ગળો)
(કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ )

*આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે*

ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.

ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી –

ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત

ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.

કફ નો પણ ઈલાજ છે ગીલોય

કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.

ડાયાબીટીસ નો ઉપચાર

જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.

ઉચા લોહીના દબાણ ને કરે નિયંત્રિત – ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા નો સચોટ ઈલાજ

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.

આંખોની દ્રષ્ટિ વધારવા માટે

ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.

સુંદરતા માટે પણ છે અસરકારક –

ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.

લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે –

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

દાંતમાં પીળાશ થવી –

ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.

રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.

ખંજવાળ : હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.

મોટાપો : નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે,બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.

હિચકી : સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.

દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.

કાનમાં મેલ સાફ કરવા માટે : ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.

કાનમાં દુઃખાવો : ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.

સંગ્રહણી (પેચીશ) : અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.

કબજિયાત : ગીલોયનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.

એસીડીટી : ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.

લોહીની ઉણપ (એનીમિયા): ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.

હ્રદયની નબળાઈ : ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.

હ્રદયમાં દુઃખાવો : ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.

હરસ, કુષ્ઠ અને કમળો : 7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.

હરસ : મઠા (છાશ, તક્ર) ની સાથે ગીલોયનું ચૂર્ણ 1 ચમચી મુજબ દિવસમાં સવાર સાંજ લેવાથી હરસ માં ફાયદો મળે છે. 20 ગ્રામ હરડે, ગીલોય, ધાણા લઈને ભેળવી લો અને તેને 5 કિલોગ્રામ પાણીમાં પકાવો જયારે તે ચોથા ભાગનું વધે ત્યારે તેમાં ગોળ નાખીને ભેળવી દો અને પછી તે સવાર સાંજ સેવન કરો તેનાથી તમામ પ્રકારના હરસ ઠીક થઇ જશે.

મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.

રક્તપદર : ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.

ચહેરા ઉપર ડાઘ-ધબ્બા : ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે,ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.

સફેદ ડાઘ : સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

પેટના રોગો : 18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.

વાતજ્વર : ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.

શીતપિત્ત (લોહીવાળું પિત્ત) : 10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.

જીર્ણજ્વર (જુનો તાવ) : જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.

વમન : ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.

પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને 320 મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.

આંખની બીમારી : લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.

ક્ષય (ટી.બી.) : ગીલોય, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.

વાતરક્ત : ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.

લોહીનું કેન્સર : લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.

આંતરિક તાવ : 5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.

અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.

પૌરૂષ શક્તિ : ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.

વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.

દમ (શ્વાસ નો રોગ) : ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.

મેલેરિયા તાવ : ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.

તાવ : ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.

કફ અને ખાંસી : ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.

જીભ અને મોઢામાં સુકાપણું : ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.

જીભની પ્રદાહ અને સોજો : ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.

મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.

શારીરિક નબળાઈ : 1૦૦ ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.

એઇડ્સ (એચ.આઈ.વી.) : ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.

ભગંદર : ગીલોય, સુંઠ,પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. 
ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.

યકૃત કે જીગરનો રોગ : ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.

તરસ વધારે લાગવી : ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ત્રણ વખત લેવાથી તરત તરસ છીપાય છે.

પિત્ત વધવો : ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.

મધુમેહ : 40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.

પેટમાં દુઃખાવો : ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.

કમળાનો રોગ : ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.

સુકો રોગ (રીકેટસ) : લીલી ગીલોયના રસમાં બાળકના કુર્તા પલાળી ને સુકવી લો અને તે કુર્તા સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.

શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.

કોઢ : 100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવીને કોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.

લોહીની ઉણપ : ૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર સાંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.

માથેનો દુઃખાવો : મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.

વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.

શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં (ખડી) સાકર નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને (ખડી) સાકર સાથે કે મધ અને પીપરીમૂળ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

Friday, April 9, 2021

કોરોના થયો છે.. ગભરાશો નહીં નીચે મુજબની કાર્યવાહી કરો

*કોરોના થયો છે.. ગભરાશો નહીં નીચે મુજબની કાર્યવાહી કરો* 

1] રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો 
2] RTPCR  ટેસ્ટ ₹માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે .
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા 
4] CBC, CRP 
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT 
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી .

*નીચેની વસ્તુ વસાવી લેવી* 

*સાધનો* 
1] EZ-LIFE  OXIMeter - RS 1300  ઓક્સિજન અને ધબકારા માપવા માટે 
2] EZ-LIFE Thermometer  Rs  240 શરીરનું તાપમાન માપવા માટે 
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રહેવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો 

 *દવાઓ* 
1] Azithromycin-500 - શરીરમાં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસમાં 1 વાર - 5 દિવસ 
2] Vitamin-C   રોગ પ્રતિકારક શક્તિ વધારવા  દિવસમાં 1 વાર - 10 દિવસ 
3] Vitamin-D   રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠિવાડીયામાં  1 વાર 4 ગોળી 1 મહિના માટે 
4] ZINC  રોગ પ્રતિકારક શક્તિ વધારવા  દિવસમાં 1 વાર 10 દિવસ 
5] Paracetamol   તાવ આવે તો દર 8 કલાકે લેવી 
6] Smartbreath નાસ લેવા માટેના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો 
7] ડૉક્ટરનું  કન્સલ્ટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
  
*આયુર્વેદિક દવાઓ* 
1] Swasari Patanjali - ઉધરસ આવે તો દિવસમાં 3 વાર 
2] Ayush Kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો  દિવસ માં 2 વાર 
3] Dharasana Malis Tel -  શરીરના સાંધાના દુખવા માટે 
4] Nilgiri nu Tel - નાસ લેવા માટે અને રૂમમાં સ્પ્રે કરવા માટે 

*ખાવા પીવાનું*  
1] ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું .
2] લીંબુ સરબત દિવસમાં 2 વાર 1 ગ્લાસ 
3] નારંગી,સંતરા કે મોસંબીનું જ્યુસ  2 વાર 1 ગલાસ 
4]  સુંઠનો ભરપૂર ઉપયોગ કરો .ચા બનવામાં અને કાઢો બનાવવામાં 
5] હળદર વાળું દૂધ દિવસમાં 1 વાર 
6] ઘરનો ગરમ ખોરાક લેવાનો રાખવો. 

*નાસ કઈ રીતે લેશો* 
 શરૂઆતના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસમાં 2 થી 3 વાર જરૂર લેવો.
નાસ લેવા માટે ઉપર લખેલ દવાના ને જેમ જેમ નાસ લો તેમ તેમ  તેના ટીપા પાણીમાં ઉમેરતા જવું .એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય. 

1] વરાળને નાક દ્વારા લો તો મોઢાથી બાર કાઢવી અને મોઢાથી લો તો નાક દ્વારા બાર કાઢવી 
2] વરાળ ને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી .
3] ઓછામાં ઓછો  10 થી 15 મિનિટ માટે નાસ લેશો.

*યોગ અને સૂર્ય પ્રકાશ* 

1] રોજે સવારે ઉગતા સુરજનો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે .
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવારના તાપમાં બેસવું 
4] સવારે થોડી હળવી કસરત કરવી 

*ડોકટોર નું કન્સલ્ટિંગ* 
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો .સરકાર દ્વારા તમને ફ્રીમાં કોરોના માટે ની માહિતી તેમજ હોમ  કોરોન્ટાઇન માટે જરૂરી મદદ પુરી પડશે 
2] આ ઉપરાંત  દિવસ માં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે .
3] તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે .
4] સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો .તેઓ તમને નજીકમાં જે હોસ્પિટલમાં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી લેવી.
*આ માહિતી વધુને વધુ શેર કરી અન્યને મદદરૂપ થશો...*